પ્રેમસંબંધ રાખવા જાહેરમાર્ગ પર ધમકી આપી યુવતીની છેડતી કરનાર યુવકની ધરપકડ
15, એપ્રીલ 2021

વડોદરા, તા. ૧૪

કારેલીબાગ ઈન્દિરાનગરમાં રહેતા માથાભારે યુવકે તેની સાથે પ્રેમસંબંધ તોડી નાખનાર પુર્વપ્રેમિકા યુવતીને જાહેરમાર્ગ પર આંતરીને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી તેની છેડતી કરી હતી. આ બનાવની યુવતીની ફરિયાદના પગલે વારસિયા પોલીસે છેડતીબાજ યુવકને ઝડપી પાડ્યો હતો.

ફતેપુરા વિસ્તારમાં વિધવા માતા તેમજ ભાઈ-બહેન સાથે રહેતીનામ બદલ્યુ છે) હાલમાં લેબોરેટરીમાં ફરજ બજાવે છે. બે વર્ષ અગાઉ તે હાથીખાના વિસ્તારમાં તેની બહેનપણીના લગ્નમાં ગઈ હતી. જયાં બહેનપણીના પતિના મિત્ર અબ્દુલમાજીદ ઉર્ફ સોનુ વહાબ પઠાણ( ઈન્દિરાનગર,કેજીએન બેકરી પાસે, કારેલીબાગ) સાથે તેનો પરિચય થતા બંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યા હતા. સોનુ પઠાણ કોઈ કામધંધો કરતો ન હોઈ અને વારંવાર બોલાચાલી કરી ઝઘડો કરતો હોઈ રેશ્માએ ચાર માસથી તેની સાથેના પ્રેમસંબંધો તોડી નાખ્યા છે. . સોમવારે સાંજે રેશ્મા ફતેપુરાચાર રસ્તા પાસેથી પસાર થતી હતી તે સમયે સોનુ એક્ટિવા પર તેની તરફ ધસી ગયો હતો.તેણે થોડી વાર માટે વાત કરવાનું કહી રેશ્માને ફતેપુરા ધુળધોયાવાડના નાકે લઈ ગયો હતો. તેણે રેશ્માને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરી તેના ફોટા અને વીડીઓ વાયરલ કરવાની તેમજ તેની સાથે સંબંધો નહી રાખે તો મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીના પગલે રેશ્માએ તેના ઘરે ફોન કરવાનો પ્રયાસ કરતા સોનુએ તેના હાથમાંથી ફોન ખેંચીને તોડી નાખી તેના કપડા ફાડી નાખવા માટે ઝપાઝપી કરી છેડતી કરી હતી. આ બનાવની રેશ્માએ ગઈ કાલે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના સમયમાં અબ્દુલમાજીદ ઉર્ફ સોનુ પઠાણની અટકાયત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution