અમદાવાદ-

ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા રીલીઝ થતા પહેલા ફિલ્મની ઓરીજીનલ કોપી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ફિલ્મની લીંક ના આધારે ડોનેશનના નામે પૈસા પડાવી છેતરપિડી આચરનાર આરોપીની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આરોપી શકિત બળવંતસિંહ ગોહિલ ગુજરાત કોપીરાઇટ નામની ચેનલ બનાવી ગુજરાતી ફિલ્મ મૃગ તૃષ્ણા રીલીઝ થયા પહેલા તેની ઓરીજીનલ કોપી ટેલીગ્રામ પર વાયરલ કરી ડોનેશનના નામે પૈસા પડાવતો હતો અને લિંકમાં નીચે તેનો યુ પી આઇ આઇડી પણ મૂકતો હતો. જોકેં સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપીંડીનુ પ્રમાણ ખુબ જ વધી ગયું છે. હાલમાં મૃગતૃષ્ણા નામની ફિલ્મ રીલીઝ થવાની છે પણ તે પહેલા તેને ટેલીગ્રામમાં લીક કરી દેવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.