વડોદરા-

તાજેતરમાં મુખ્યપ્રધાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેઓ મેકડોનાલ્ડની કોઈક વાનગી ઉપર વાત કરતા હોય છે. જોકે, મુખ્યપ્રધાનની આ સ્પીચ વડોદરાના એક આરોપી પ્રદીપ કહારે એડિટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે, પ્રદીપ ભોળાનાથ કહારે તેના સોશિયલ મીડિયા આઈડી ડીજે એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. પોલીસે આરોપી પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી પ્રદિપ ડીજેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. આ સાથે જ અન્ય નેતાઓની મજાક ઉડાવતા વીડિયો પોસ્ટ કર્યા હતા.