બાંદીપોર-

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં 9 વર્ષની એક સગીરાનું અપહરણ કરીને યૌન ઉત્પીડનનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ભારતીય સેનાના ત્રણ જવાનોની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ત્રણ સૈનિકો પૈકી એક જવાન કાશ્મીરનો સ્થાનિક નિવાસી છે, જ્યારે બે અન્ય રાજ્યના છે. જાેકે, આર્મી તરફથી આ મામલામાં કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

સાક્ષીઓ અને પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ, 9 વર્ષની બાળકી ઉત્તર કાશ્મીર જિલ્લાના ચેવા જિલ્લાની છે. બાળકીના પરિવાર તરફથી ફરિયાદ કરાયા બાદ સંબલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની વિરુદ્ધ આઇપીસીની કલમ 341, 363, 511 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખ મહબૂબા મુફ્તીએ સવાલ ઉઠાવ્યા છે.

તેઓએ ટ્‌વીટ કર્યું કે, બાંદીપોરાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે આર્મીના 3 જવાનોને 9 વર્ષની બાળકીનું અપહરણ અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. મુફ્તીએ પોતાના આ ટ્‌વીટમાં પોલીસ વ્યવસ્થ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેઓએ લખ્યું કે, પીડિતાના પરિવારે હ્લૈંઇ પરત લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ ન્યાયની સાથે મજાક છે અને તાત્કાલિક નિષ્પક્ષ તપાસ સ્થાપિત કરવી જાેઈએ, જેથી તેમને આકરી સજા આપી શકાય.