અમદાવાદ-

શહેરમાં એમડી ડ્રગ્સનું વેચાણ ફરી શરૂ થયું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલા સર્કલ પાસેથી બંનેને ઝડપી ૫૪ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને ડ્રગ્સ ખરીદતા હતા. વોટ્‌સએપ કોલ કરી અતિક પાસેથી તેઓએ ડ્રગ્સ મંગાવ્યું હતું, જે લઈને આવતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જુહાપુરામ રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરે છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી તેઓ ડ્રગ્સ ખરીદે છે. બંને જુહાપુરાથી વિશાલા સર્કલ પાસે ડ્રગ્સ સાથે આવવાના છે જેથી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. સ્કૂટર પર બંને આરોપીઓ આવતા પોલીસે તેમને રોકી અને તપાસ કરતા ખિસ્સામાં રહેલી થેલીમાંથી સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો. હ્લજીન્ અધિકારીને બોલાવી અને તપાસ કરતા એમડી ડ્રગ્સ હોવાની પુષ્ટી થઈ હતી. જેથી બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જાેઈતું હોવાથી અતિકને વોટ્‌સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો. પોલીસે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.