અમદાવાદ-

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ બન્ને શખ્સો મોબાઇલ ચોરી કરવામાં એટલા માસ્ટર છે કે માત્ર ગણતરીના મહિનાઓમાં જ તેમને 28 મોબાઈલ ચોરી કરી. આરોપી જયેશ ઉર્ફે ધમો સોલંકી અને વિજય ચાવડા અગાઉ પણ પોલીસ ચોપડે ગુનેગાર સાબિત થઇ ચુક્યા છે. તેમ છતાં આ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મોબાઈલ ચોરીને અંજામ આપતા રહેતા.

હાલમાં પોલીસે અમદાવાદના પશ્ચિમ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. આરોપીઓને મોડેસ ઓપરેન્ડી ની વાત કરીએ તો ૨ સગીર બાળકો ને પોતાની સાથે રાખી આરોપીઓ નજર ચૂકવીને મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા. એટલું જ નહીં આરોપીઓની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે જયેશ ઉર્ફે ધમો નામનો શખ્સ અગાઉ પણ અમરેલી અને ગોંડલમાં મારામારી અને દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે વિજય રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલો છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી મોબાઈલ ચોરી કરતા હતા અને અગાઉ ચોરીના મોબાઇલ કઇ જગ્યાએ વેચ્યા તે બાબતે તપાસ શરૂ કરી છે.