પ્રથમ વખત રેગ્યુલર ફલાઈટ શરૂ થતાં ૧૮ યાત્રિકોનું મુંબઈથી કેશોદ આગમન
19, એપ્રીલ 2022

જૂનાગઢ, કેશોદ એરપોર્ટ ૨૨ વર્ષ બાદ કોર્મસિયલ ફલાઈટ માટે ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે. રવીવારના દિવસે પ્રથમ વખત રેગ્યુલર ફલાઈટ શરૂ થતાં ૧૮ યાત્રીકોનું મુંબઈ થી કેશોદ આગમન થયું હતું. જયારે ૫૩ યાત્રીકો મુંબઈ જવા રવાના થયાં હતાં. જેમને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે મોં મીઠાં કરાવ્યાં હતાં. જયારે સ્થાનિક ટિક્ટિ બુક કરતી એક કંપની તરફથી પ્રથમ ટિક્ટિ બુક કરાવનાર અશોકભાઈ વાળાનું સન્માન કરાયું હતું. આમ અઠવાડિયામાં રવી, બુધ અને શુક્ર એરક્રાફ્ટ અવર જવર કરવાનું હોય આવતાં બુધવારના દિવસ માટે ૪૫ ટિક્ટિ એડવાન્સ બુક થઈ ચૂકી છે. આ પ્રથમ ફલાઇટમાં મુસાફરી કરતાં યાત્રાળુંઓએ મુસાફરીમાં સરળતાં રહેતી હોવાનું કહ્યું તો કોઈએ નાનપણમાં સેવેલા સ્વપ્નને સાકાર થતાં ખુશી વ્યક્ત કરી હતી.અશોકભાઈ વાળા કેશોદ થી ૪ કીમી દુર બળોદર રહે છે. તેણે ૧૦ વર્ષની ઉંમરે કેશોદ એરપોર્ટ પર થી ઉપડતાં પ્લેનમાં મુસાફરી કરવાં સ્વપ્ન જાેયું હતું પ્રથમ દિવસે તેમનું સ્વપ્ન ફળ્યું જેથી ખુશી વ્યક્ત કરી.મુંબઈના મુસાફર મુંબઈ થી ડૉ. રેશ્મા શાહ અને તેનો પરિવાર જુનાગઢ ગીરનાર અને ગીર અભારણ્ય સફારી પાર્ક ફરવા આવેલાં પરત જવા તેઓ રાજકોટ કે અમદાવાદ ફલાઈટ પકડવાના હતાં પરંતુ તેને કેશોદ વિમાની સેવા શરૂ થઈ તેવી જાણ થતાં ટિકિટ બુક કરાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution