16, નવેમ્બર 2021
ગાંધીનગર, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવનીઉજવણી થઇ રહી છે. માન. પ્રધાનમંત્રીની આર્ત્મનિભર ગામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ આશયથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૮ નવેમ્બર થી ર૦ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં ત્રિદિવસીય ‘‘આર્ત્મનિભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું છે.મંત્રીએ ઉમેર્યું કે, ‘‘આર્ત્મનિભર ગ્રામયાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી તા. ૧૮મી નવેમ્બરે કરાવશે. આ યાત્રામાં ૧૦૦ જેટલા આર્ત્મનિભર ગ્રામ યાત્રા રથોનું પ્રસ્થાન આ જ દિવસે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના વિવિધ સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવાશે. આ તમામ રથો ત્રણ દિવસ દરમ્યાન જિલ્લા પંચાયતની ૧,૦૯૦ જેટલી બેઠકો પર સવારે ૮.૦૦ થી ૧ર.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૮.૦૦ દરમ્યાન પરિભ્રમણ કરશે. તા.ર૦મી નવેમ્બરના રોજ તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે. મંત્રીઓએ ઉમેર્યું કે, આ આર્ત્મનિભર ગ્રામ યાત્રા રથ ત્રણ દિવસ દરમિયાન ૯૯૩ રૂટો પર ગ્રામ્યકક્ષાએ ફરીને ૧૦,૬૦૫ જેટલા ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુર્હૂત, યોજનાકીય લાભોના ચેક સહાય વિતરણ, વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઇનું આયોજન કરાશે. આ રથ દ્વારા સરકારશ્રીના વિવિધ વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિવકી, પેંફ્લેટ, વિગેરેના માધ્યમથી કરવામાં આવશે. મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ કે, આ ત્રિદિવસીય આર્ત્મનિભર ગ્રામયાત્રામાં સવારે ૮ થી સાંજે ૮ કલાક દરમિયાન, સ્વચ્છતા રેલી, તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત સામુહિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, સામુહિક શૌચાલય, તથા વ્યક્તિગત શૌચાલયની સમજ અને ફિલ્મ નિદર્શન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રીવોલ્વીંગ ફંડનું વિતરણ, તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરી અંગેની ફિલ્મ નિદર્શન અને યોજનાકીય પેમ્પ્લેટ વિતરણ કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની સમજ અને ફિલ્મ નિદર્શન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાની સમજ તેમજ જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, જંતુજન્ય, પાણીજન્ય રોગો અંગેની સમજ અને ફિલ્મ નિદર્શન કરાઆવશે. પોષણયુક્ત ગુજરાત અંગે સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ૦થી ૩ વર્ષના બાળકો, ૩ થી ૫ વર્ષના બાળકો માટે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અંગેની સમજ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયતી ખેતી અંગેની સમજ, વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલન અંગેની સમજ, પશુ રસીકરણ, કૃત્રિમ વીર્યદાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જરૂરિયાત અને સમજ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, આર્ત્મનિભર ગામ થકી આર્ત્મનિભર ગુજરાત અને આર્ત્મનિભર ભારતની કલ્પનાને સાકાર કરવા ત્રિ-દિવસીય આર્ત્મનિભર ગામ યાત્રા યોજવામા આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા નીચેની વિગતે વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત તેમજ સરકારશ્રીની વિવિધ યોજકીય લાભોના ચેક/સહાય વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.