દિલ્હી-

અરવિંદ કેજરીવાલ પણ લોકસભામાં પાસ થયેલા ત્રણ ફાર્મ બિલને લઈને મેદાનમાં આવી ગયા છે. કેજરીવાલે ખેડૂતોના વિરોધના સમર્થનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આ બીલો મોટી કંપનીઓના હાથમાં શોષણ માટે છોડી દેશે. તેમણે રાજ્યસભામાં તમામ વિપક્ષી પાર્ટીઓને એક થવા અને તેનો વિરોધ કરવા જણાવ્યું હતું.

કેજરીવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 'કેન્દ્રના ત્રણેય બિલ મોટી કંપનીઓના હાથમાં ખેડૂતોને શોષણ માટે છોડી દેશે. હું તમામ બિન-ભાજપ પક્ષોને રાજ્યસભામાં એક થવા અને આ બિલનો વિરોધ કરવા વિનંતી કરું છું, ખાતરી કરો કે તમારા બધા સાંસદ હાજર છે અને વોકઆઉટ વિશે કોઈ નાટક ન કરે. દેશભરના ખેડુતો તમને જોઈ રહ્યા છે.