પરિણામો જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ-આપ પર કટાક્ષો-મિમ્સનો મારો શરૂ
08, ડિસેમ્બર 2022

વડોદરા, તા. ૮

રાજયમાં આજે વિધાનસભાની ચુટણીના પરિણામો જાહેર થયા છે જેમાં મતગણતરીના પ્રારંભથી જ ભાજપાના ઉમેદવારોને લીડ મળવાની શરૂઆત થતા ઉમેદવારો સાથે તેઓના ટેકેદારો અને ભાજપા કાર્યકરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બપોર સુધી રાજયના તમામ બેઠકોની ગણતરી પુરી થઈ હતી જેમાં કુલ ૧૮૨ બેઠકોમાંથી ભાજપાને અધધ કહેવાય તેટલી ૧૫૬ સીટો પર જીત મળતા ભાજપા કાર્યકરો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જાેકે તેની બીજતરફ રાજ્યમાં પ્રથમવાર ખેલાયેલા ત્રિપાંખીયા જંગમાં હરિફ પક્ષો કોંગ્રેસ અને આપના સુપડાસાફ થઈ જતાં કોંગ્રેસ અને આપના ઉમેદવારો સાથે કાર્યકરો હતાશામાં ગરકાવ થયા છે. જાેકે ભાજપાને મળેલી આ પ્રચંડ જીતના સોશ્યલ મિડિયા પર ભારે પડઘા પડ્યા હતા અને સંપુર્ણ પરિણામો જાહેર થાય તે અગાઉ જ ભાજપાના ભવ્ય વિજય તેમજ કોંગ્રેસ –આપની કારમી હાર પર કટાક્ષ કરતા મેસેજાે અને મોર્ફીંગ કરેલા ફોટો અને મીમ્સ ભારે વાયરલ થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution