આણંદ : આણંદ નગરપાલિકાની આગામી માસે મુદત પૂર્ણ થાય છે. હવે ચૂંટણીપંચના નિર્ણય મુજબ, અઢી માસ બાદ પાલિકાની ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. આ વખતે આણંદ પાલિકામાં પ્રમુખપદની બેઠક જનરલ જાહેર કરવામાં આવી છે. પરિણામે સત્તા કબજે કરવા કાવાદાવાઓ શરૂ થઈ ગયાં છે. 

વર્ષોથી સત્તાનો સ્વાદમાણી ચૂકેલાં જૂનાં જાેગીઓ ફરી સક્રિય થયાં હોવાનું જાણવા મળે છે. પોતાનો છેડ ન ઉડી જાય તે માટે સોગઠાંની ગોઠવણ અત્યારતી જ કરી રહ્યાં છે. આણંદ નગરપાલિકા સહિત જિલ્લાની ૫ નગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે તેવું લાગતું હતું. જાેકે, કોવિડ-૧૯ની મહામારીને પગલે ચૂંટણી પંચ દ્વારા સંક્રમણ વકરે નહીં તે માટે હાલ પૂરતી સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી મુલત્વી રાખી છે. હવે આ ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી કે માર્ચમાં યોજાઈ તેવી સંભાવના છે. દરમિયાન આણંદ નગરપાલિકા પ્રમુખપદની બેઠકને જનરલ જાહેર કરવામાં આવી છે. પરિણામે વર્ષોથી પાલિકામાં સત્તા સંભાળી ચૂકેલાં કેટલાંક નેતાઓ બીજાના હાથમાં સત્તા જતી ન રહે એ માટે અત્યારથી જ સક્રિય થઈ ગયાં છે. સૂત્રોનું કહેવું છે કે, કેટલાંક જૂનાં જાેગીઓના પત્તા કપાય તેવી સંભાવના છે. આ સંભાવનાને અગાઉથી સમજી ગયેલાં નેતાઓ અત્યારથી જ હાઇકમાન્ડને ખુશ કરવાના પેંતરાંઓમાં લાગી ગયાં છે. પોતાની ટિકિટ ન કપાઈ તેની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

એક જ વોર્ડમાંથી વર્ષોથી ચૂંટાતાં કાઉન્સિલરોનું પત્તુ કપાશે?

આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, ભાજપના કેટલાંક કાન્સિલરો વર્ષોથી એક વોર્ડમાંથી ચૂંટાઇ રહ્યાં છે. આવાં કાઉન્સિલરોની જગ્યાએ ભાજપ સંગઠન દ્વારા નવાંને તક આપવાની વિચારણ ચાલી રહી છે, જેથી જૂનાં જાેગીઓ ચિંતામાં જાેવાં મળી રહ્યાં છે.