દેસાઈનગરથી નારી ચોકડી સુધીના રોડનું કામ મંદ ગતિએ થતાં કોંગ્રેસ દ્વારા હવન કરી વિરોધ
27, ડિસેમ્બર 2021

ભાવનગર, ભાવનગરના દેસાઈનગરથી નારી ચોકડી સુધીના રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હવન કુંડ બનાવીને આહુતિઓ આપી કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ હવનમાં ગાયત્રી મંત્ર સાથે ભાવનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશ્નર, ધારાસભ્ય અને સાંસદ સહિતના આગેવાનોના નામથી હવન આહુતી આપી હતી.

શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા દેસાઈનગરથી નારી ચોકડી સુધીના રોડનું વર્ષ ૨૦૧૮માં સીક્સ લાઈન કરવા માટે મંજૂરી આપ્યા બાદ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંદાજે રૂ.૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા રોડનું કામ ૧૮ મહિનામાં પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી. પરંતુ આજે ૩૬ મહિના પૂરા થઈ જવા છતાં આ રોડનું કામ માત્ર ૨૦ થી ૩૦ ટકા થયું હોવાનું કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ રોડ ભાવનગરથી અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા તરફ જતા તમામ રોડને જાેડતો અને શહેરમાંથી આવવા જવા માટેનો મુખ્ય માર્ગ ગણાય છે. ભાવનગર શહેરના ગઢેચી વડલા થી લઈને નારી ચોકડી સુધીના રોડ પર દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. ત્યાં વારંવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે. જેથી મહાનગરપાલિકા દ્વારા આ રોડને પહોળો કરી સિક્સ લાઈન રોડ બનાવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ ર્નિણય ખૂબ જ સારો હતો. પરંતુ રોડનું કામ પ્રારંભ કર્યા બાદ લોકોના મસમોટા દબાણો દૂર કરી જગ્યાઓ ખુલ્લી કરી દેવા બાદ રોડનું કામ ગોકુળ ગાયની ગતિએ ચાલી રહી છે. જેને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તેમજ સ્થાનિક બોરતળાવ વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓને માતાજી સદબુદ્ધિ આપે તેવા હેતુથી દેસાઈ નગર ગાયત્રી મંદિર ખાતે હવનનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયેલા હવન કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા જયદીપ સિંહ ગોહિલ, મહાનગરપાલિકાના ઉપનેતા કાંતિ ગોહેલ સહિતના આગેવાનો અને કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution