02, નવેમ્બર 2023
ગીર સોમનાથ ઃ ગીર સોમનાથ જિલ્લાની આશાવર્કર બહેનો આકરા પાણીએ જાેવા મળી હતી. છેલ્લા છ માસથી આશાવર્કર બહેનોનું એરિયસ ચૂકવવામાં ન આવ્યું હોવાથી જિલ્લા પંચાયત કચેરી ખાતે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આશાવર્કર બહેનોના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લા ભારતીય મજદૂર સંઘ પણ જાેડાયું હતું અને જવાબદાર તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.ગીર સોમનાથ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ૯૮૮ આશાવર્કર બહેનો તેમજ ૧૦૦ જેટલા આશા ફેસિલેટર વર્કરો કાર્યરત છે. આ તમામ કર્મચારીઓની છેલ્લા છ માસની એરિયસની રકમ અંદાજે રૂ.૧.૭૫ કરોડ જેટલી બાકી હોય અને જેને લઇ આશાવર્કર બહેનો દ્વારા અવારનવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય નિકાલના આવતા આજે આશાવર્કર બહેનો જિલ્લા પંચાયત કચેરી ખાતે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને પોતાની વ્યાજબી માંગણીને વહેલી તકે ઉકેલવા અનુરોધ કર્યો હતો.આશાવર્કર બહેનોની વ્યાજબી માગણીના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લા ભારતીય મજૂર સંઘ પણ મેદાને આવ્યું હતું. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોના સૂત્રોચાર સાથે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘના મંત્રી નાના ગિરધર પાટીલે જણાવ્યું હતું કે, આશાવર્કર બહેનોની માંગણીને લઈ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન મનિષાબેન ત્રાપસીયાને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત સમયે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા પણ અમારી સાથે રહ્યા હતા અને તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓને આશાવર્કર બહેનો પ્રશ્ન સત્વરે ઉકેલવા જણાવ્યું હતું.આશાવર્કર બહેનોની વ્યાજબી માગને લઈ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન ત્રાપસીયા જણાવ્યું હતું કે, આશાવર્કર બહેનોનો પ્રશ્ન દિવાળી પૂર્વે જ ઉકેલવામાં આવશે. જે રૂ.૧.૭૫ કરોડનું ચુકવણી કરવાનું બાકી છે. તે તાત્કાલિક ચૂકવી આપવા જરૂરી આદેશ આપવામાં આવ્યા છે અને દિવાળી પૂર્વે આશાવર્કર બહેનોનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખત્રી આપી હતી.