વલસાડ : ધરમપુરના આશુરા ગ્રામપંચાયત માં ભ્રષ્ટાચાર થયા હોવાના આશંકા સાથે ગામ ના એક જાગૃત નાગરિકે આરટીઆઇ દ્વારા માહિતી માંગી હતી. માહિતી માંગતા ધરમપુર ના આશુરા ગ્રામપંચાયત ના તલાટી કમમંત્રી નો પારો આસમાને ચઢ્યો હતો. તલાટી એ ગ્રામપંચાયતમાં કરવામાં આવેલ ગોબાચારી છુપાવવા આરટીઆઇ દ્વારા માંગવા માં અવેલ માહિતીનો યોગ્ય જવાબ આપવાને બદલે માહિતી ન આપવા માટે ના અયોગ્ય કારણ લખી ચાર - પાંચ લીટી માં જવાબ આપી દીધો હતો જે બાદ આરટીઆઇ માનગનાર અપીલ માં ગયો હતો .  

ટીડીઓએ સુનવણી માટે ૨૮ ઓગસ્ટ ની તારીખ પણ આપી છે. પરંતુ આરટીઆઇ માગનાર ને દબાવવા માટે તલાટી અનામિકા બેન પટેલે ખોટી રીતે પોલીસ ફરિયાદ કરી હોવાની સુરેશ ભાઈ પટેલ જણાવી રહ્યા છે. તલાટી પર રોષે ભરાયેલ ગામ ના લોકો મળી ધરમપુર તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં ફરિયાદ કરી છે.ગામ માં સરપંચ સરિકાબેન છે પરંતુ ગ્રામપંચાયત ના તમામ વહીવટ તેમના પતિ સંજય ભાઈ પટેલ જ કરતા હોવાની ફરિયાદ માં જણાવવા માં આવ્યું છે. સંજય ભાઈ પટેલ ને તલાટી નો ભરપૂર સહકાર હોવાને કારણે તેવો સહી સિવાય ના તમામ વહીવટ કરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. નિરાકરણ નહીં કરે તો લોકો તાલુકા પંચાયત પર ધરણા કરવાની ચીમકી પણ આપી છે.