મોરબી-

રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં રામેશ્વર-૩માં રહેતી અલ્પા આશીષ મારડીયા નામની પરિણીતા તેનો પતિ આશીષ અને ૨ ય્ઇડ્ઢ જવાન અને સાગરીતને સાથે રાખીને હનીટ્રેપમાં ફસાવીને નાણા ખંખેરતા હોવાના કારસ્તાનના થયેલા પર્દાફાશમાં પાંચેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. જાેકે તેમના રિમાન્ડ નામંજુર થતા તેઓને જેલ હવાલે કરાયા હતા. અત્યાર સુધી પીએસઆઈ અને રાઈટર બનીને રોફ છાંટતા તોડતાડ કરનાર સભ્ય રિતેષ ભગવાનજી ફેફર ઉ.૨૯ તથા શુભમ નીતિન સીસાંગીયા ઉ.૨૪ને નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં હનીટ્રેપમાં મહિલાની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ છે.

મોરબીના આધેડ સાથે મહિલાએ પરિચય કેળવી પતિ ઘરે નથી કહીં ઘરે બોલાવ્યો હતો. આધેડ ઘરે આવતા આશીષ અને સાગરીત જય સુરેશભાઈ પરમાર ધસી આવ્યા હતા અને તું છેડતી કરે છે સહિતના શબ્દો સાથે આધેડને મારમાર્યો હતો અને થોડી જ વારમાં ગ્રામ્ય રક્ષક દળનો સભ્ય રીતેષ પી.એસ.આઈ.નો સ્વાંગ અને શુભમ તેનો રાઈટર બનીને ધસી આવ્યા હતા ફીટ કરી દેવો પડશે આમ થશે તેમ થશેની પોલીસની ભાષામાં દમદાટી મારી પતાવટ માટે પાંચ લાખની માગણી કરી બે લાખ આપવા પડશે કહીં આધેડના ખિસ્સામાંથી ૨૨૫૦૦ની રોકડ કાઢી લઈ બીજા બે લાખ તા.૧૦ સુધીમાં નહીં આપે તો કેસમાં ફીટ કરી દેશું કહીં ધમકાવીને મુક્ત કર્યો હતો.

હવે આ મામલે રાજકોટમાં હનીટ્રેપમાં મહિલા છજીૈંની ધરપકડ કરવામાં આવી છે. તૃષા પટેલ નામની ધરપકડ કરાઈ છે. મહિલા છજીૈં તૃષા પટેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ અગાઉ દંપત્તી, જવાન સહિત ૫ ઝડપાયા હતા.