રાજકોટ,  ૧૧ એપ્રિલના રોજ મેચ પર સટ્ટો રમાડતા બૂકી તરીકે તેનું નામ ખુલતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ અંગે ભાજપે મહેશ આસોદરિયા સામે કડક કાર્યવાહી કરી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ આજે તેનું રાજકોટ લોધિકા સંઘમાંથી પ્રતિનિધિ પદેથી રાજીનામું માગ્યું છે. આ અંગે પ્રદેશ પ્રમુખ પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કક્ષાએથી મહેશ આસોદરિયાનું રાજીનામું લેવા આદેશ કરવામાં આવ્યા હતા.આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ પણ આવી પ્રવૃત્તિ સાથે જાેડાયેલ હોઇ તો પાર્ટીનો નિયમ છે કે તેને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે. તાજેતરમાં જ મહેશ આસોદરિયાને જિલ્લા બેંક દ્વારા રાજકોટ લોધિકા સંઘની અંદર પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવ્યા હતા. જેની અંદર ભાજપની પણ ભૂમિકા હતી. પરંતુ ક્રિકેટ સટ્ટા સાથે જાેડાયેલ મહેશ આસોદરિયાનું નામ ખુલતા અને તેની સામે  પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને તેમનું માર્ગદર્શન માગ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ સુચના આપી કે, તેમનું રાજીનામું લઇ લ્યો, એટલે આજે કે કાલે તેમનું રાજીનામું આવી જશે. તેને સુચના આપી દીધી હોવાનુ .મનસુખ ખાચરિયાએ કહ્યંહતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ સટ્ટામાં ઝડપાયેલા પ્રતિકનો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર ગેટ પાસમાં કોન્ટ્રાક્ટ છે, પરંતુ તે પાર્ટીનો કાર્યકર્તા નથી એટલે અમારે તેની સામે કાર્યવાહી કરવાની થતી નથી. પરંતુ પાર્ટીનો કાર્યકર્તા હોય, હોદ્દો ધરાવતો હોય અને આવી ગેરપ્રવૃત્તિ કરતો હશે તો અમે ચોક્કસ પગલા લઇશું. મારી દૃષ્ટિએ આ પ્રકારના સટ્ટાનું કામ કરનાર વ્યક્તિ હોય અથવા અમાસાજિક પ્રવૃત્તિ સાથે જાેડાયેલો હોય તો તેને આવી કોઈ કામગીરી સોંપવી ન જાેઈએ.