ડિબ્રૂગઢ,

આસામમાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરથી હાલાત બદથી બદતર થતા જઇ રહ્યા છે. બુધવારે આવેલા પૂરને પગલે વધુ એક વ્યÂક્તનું મોત થયું છે, જ્યારે અત્યાર સુધી પ્રદેશના પાંચ અલગ અલગ જિલ્લાના ૩૮ હજાર લોકો પ્રભાવિત થયા છે. સિવનગર જિલ્લામાં એક વ્યકિતનું મોત થયું છે, આની સાથે જ પ્રદેશમાં આ વર્ષે પૂરને કારણે ૧૨ લોકોના મોત થયાં છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિગમ તરફથી અપાયેલી જાણકારી મુજબ પૂરથી પ્રદશમાં ધેમજી, જારહાટ, મજૂલી, સિવનગર, ડિબ્રૂગઢમાં ૩૮ હજાર લોકો પ્રભાવિત થયા છે.

પૂરથી સૌથી વધુ લોકો ધેમજીમાં પ્રભાવિત થયા છે, જ્યાં ૧૫૦૦૦ લોકો અસરગ્રસ્ત થયા છે જ્યારે ડિબ્રૂગઢમાં ૧૧૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે સિવનગરની વાત કરીએ તો અહીં ૧૦ હજાર લોકો પ્રભાવિત થયા છે. મંગળવારે પૂર પ્રભાવિત લોકોની સંખ્યા ૩૭ હજાર હતી, પરંતુ મજૂલીં પણ પૂર આવવાથી આ આંકડો વધી ગયો છે. પૂરના કારણે ૧૦૨ ગામ ડૂબી ગયા છે, જ્યારે ૫૦૩૧ હેક્ટર ખેતર બરબાદ થઇ ચૂકયા છે. પ્રશાસન ૨૭ રાહત કેમ્પ ચલાવી રહ્યા છે, જયાં ૧૦૮૧ લોકોને રાખવામાં આવ્યા છે.

બ્રહ્મપુત્ર નદી પોતાના સામાન્ય સ્તરથી કયાય વધુ ઉપર વહી રહી છે. આ જારહાટ અને ધુબરીમાં ખતરાના નિશાના પર વહી રહી છે. આની સહાયક નદીઓ પણ ખતરાના નિશાના ઉપર વહી રહી છે. સડક અને અન્ય નિર્માણ કાર્ય પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જ્યારે ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં બુધવારે માનસૂને દસ્તક આપી છે. ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં પણ વરસાદ જાવા મળ્યો છે. બુધવારે દિલ્હીમાં ભારે વરસાદ થયો, સાથે જ ઉત્તર પ્રદેશણાં પણ કેટલીય જગ્યાએ વરસાદ થઇ રહ્યો છે. લખનઉમાં આજે સવારથી જ વરસાદ થઇ રહ્યો છે.