આસામ પોલીસે સોશિયલ મીડિયા પર તાલિબાનનું સમર્થન કરનારા 14ની ધરપકડ કરી
23, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

આસામ પોલીસે સોશિયલ મીડિયા પર તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરનારા લોકો સામે પગલાં લીધા છે. પોલીસે તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરવાના આરોપમાં ૧૪ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકોએ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનની પ્રશંસા કરી હતી.

વિશેષ ડીજીપી જીપી સિંહે શનિવારે ટવીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે લોકોને સલાહ આપી હતી કે જાે કાયદાકીય કાર્યવાહીથી બચવા માંગો છો તો સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ ન કરો જે ભારતીય કાયદાનો ભંગ કરતી હોય. સ્પેશ્યલ ડીજીપી જીપી સિંહે ટવીટે કર્યું હતું કે પોલીસે તાલિબાનની પ્રવૃત્તિઓના સંબંધમાં ૧૪ની ધરપકડ કરી છે. તેમણે દેશની કાયદાકીય જાેગવાઈઓ તોડી છે. લોકોએ શિક્ષાત્મક કાર્યવાહીથી બચવું હોય તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં સાવધાની દાખવવામાં અને લાઇક કરવામાં પણ તકેદારી દાખવવાનું કહેવાયું છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પર અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રીવેન્શન) એક્ટ, આઇટી અધિનિયમ અને સીઆરપીસીની જુદી-જુદી જાેગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય જનસંપર્ક અધિકારી રાજીવ સૈકિયાએ જણાવ્યું હતું કે આસામ પોલીસે કામરૃપ, ધુબરી અને બારપેટા જિલ્લામાંથી બે-બે લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત દરાંગ, કછાર, હેલાકાંડી, દક્ષિણ સલમારા, હોજઈ અને ગોલપારા જિલ્લામાં એક-એક વ્યક્તિને પકડયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે સોશિયલ મીડિયા પર ભડકાઉ કે ઉશ્કેરણીજનક પોસ્ટ લખનારા પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. પકડાયેલા લોકોમાં એક વિદ્યાર્થી સામેલ છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ધરપકડ શુક્રવાર રાતથી શરૃ થઈ ગઈ હતી. તેઓના પર યુએપીએ, આઇટીની જાેગવાઈ અને સીઆરપીસીની અન્ય જાેગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution