લખનઉ-

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ સાઇકલ યાત્રા દ્વારા ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધુ છે. સીનિયર નેતા જનેશ્વર મિશ્રની જયંતી પર સાઇકલ યાત્રા કાઢ્યા પહેલા પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે એસપી કાર્યાલય પર મીડિયાને સંબોધિત કરતા કહ્યુ કે ૨૦૨૨ની ચૂંટણીમાં તેમની પાર્ટી ૪૦૦ બેઠક જીતશે. જનતા ભાજપથી નારાજ છે, સરકારે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

અખિલેશ યાદવે કહ્યુ- ભાજપમાં ગુનેગારોની ભરમાર છે, તે મેનીફેસ્ટો નહી મનીફેસ્ટો બનાવે છે, તેમની માટે રાજનીતિ એક વ્યાપાર છે. ભાજપની સરકારે કોરોના દરમિયાન લોકોની મદદ નથી કરી અને મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.અખિલેશ યાદવે કહ્યુ, માત્ર પ્રચારના દમ પર યોગી આદિત્યનાથ સરકાર પોતાને નંબર વન ગણાવતી રહી છે, હકીકત તો એ છે કે આ સરકાર કુપોષણ, ગંગા કિનારે લાશોની લાકડી ના આપવા, ઓક્સીજન ના આપી શકવા, બેરોજગારી, યુવાઓને લાકડીથી, નોકરી માંગનારાઓને મારવા, મહિલા અસુરક્ષા, શબ પરથી કફન ઉતારવા, સારવાર વગર લોકોને મારવા અને ૧૬૦૦ શિક્ષકોના મોતના મુખમાં મોકલવામાં નંબર વન છે, આ સરકાર માનનીય ન્યાયાલયના આદેશ ના માનવામાં પણ નંબર વન છે.અખિલેશ યાદવે કહ્યુ કે, જનતામાં ભાજપની સરકાર વિરૂદ્ધ નારાજગી છે. યોગી આદિત્યનાથ સરકાર દરેક મુદ્દે ફેલ રહી છે. આ સરકારે અમારા કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કામના નામ બદલી નાખ્યા, તેમણે હવે વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ગરીબોની યાદ આવવા લાગી છે. અખિલેશ યાદવે એસપી કાર્યાલયથી લખનઉંમાં સાઇકલ રેલી રવાના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો સાઇકલ લઇને લોહિયા પથ પર ભેગા થયા હતા. સમાજવાદી પાર્ટીની સાઇકલ યાત્રાને કારણે લોહિયા પથ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો, અહી સમાજવાદી કાર્યકર્તાઓને સાઇકલ આપવામાં આવી હતી. તમામ જિલ્લામાંથી કાર્યકર્તા સમાજવાદી પાર્ટીના કાર્યાલયે પહોચ્યા હતા.