વલસાડ : આસુરા ગ્રામ પંચાયતમાં ગોબચારી થયા ની આશંકા સાથે આરટીઆઇ કરનાર જાગૃત નાગરિકે તલાટી દ્વારા ખોટી રીતે કરવા માં આવેલ પોલીસ ફરિયાદ નો સામનો કરવો પડ્યો છે. છતાં લોકહિત માટે લડત ચલાવનાર ગામ નો આદિવાસી અરજદાર હિંમત હાર્યો નથી.અપીલ ની સુનવણીમાં અરજદારે ટીડીઓ સમક્ષ હાજર રહી ગ્રામપંચાયત માં સરકારી નાણાં નો ભરપૂર દુરુપયોગ થયા હોવાની રજુવાત કરી હતી  

તલાટી ટીડીઓ સામે મૌન રહી હતી. તલાટી અનામિકાબેન પટેલે આરટીઆઇ દ્વારા માંગવા માં આવેલ માહિતી ન આપી ગ્રામપંચાયત માં ભ્રષ્ટાચાર થયા હોવાનું પુરવાર કરી આપ્યું હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.બીજી બાજુ અરજદારે ગ્રામપંચાયત ના તમામ વહીવટી કામો સરપંચ ના પતિ દ્વારા કરવા માં આવે છે અને તેમાં તલાટી નો ભરપૂર સહયોગ હોવાના આક્ષેપ સાથે ટીડીઓ ને ફરિયાદ પણ કરી છે. ટીડીઓ ચકાસણી કર્યા બાદ ર્નિણય લેવા જણાવ્યું છે જ્યારે સુનવણી બાબતે ટીડીઓ એ ટેલિફોનિક વાતચીત માં હજી કોઈ ર્નિણય લીધો ન હોવાનું મીડિયા ને જણાવ્યું હતું બે દિવસ માં તેવો યોગ્ય ર્નિણય લઈ ગ્રામપંચાયતને લેખિત માં આદેશ કરશે એમ જણાવ્યું હતું હવે ટીડીઓ તલાટી ને માહિતી આપવા આદેશ આપશે કે કેમ તે ટીડીઓ ના આદેશ પર ર્નિભર રહેશે. અરજદાર માહિતી માટે ઉચ્ચ સ્તરે અપીલ માં જવા તૈયારી બતાવી રહ્યો છે.