દિલ્હી-

મ્યાનમાર ના બીજા સૌથી મોટા શહેર મંડાલે નજીક, આર્મી વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. વિમાન રાજધાની નૈપીટો થી પિન ઉલવીન શહેર તરફ જઈ રહ્યું હતું, અને જ્યારે તે નીચે ઉતરતું હતું ત્યારે સ્ટીલ પ્લાન્ટથી લગભગ 984 ફૂટ દુર્ઘટના થી તૂટી પડ્યું હતું. વિમાનમાં સૈન્યના છ માણસો અને બૌદ્ધ સાધુઓ સવાર હતા, જે બૌદ્ધ મઠના એક સમારોહમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. આ વિમાનનો પાઈલોટ અને એક મુસાફર બચી ગયા છે, જેમને આર્મીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, વિમાનમાં આગ કયા કારણોસર હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.