પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર TRFને અમેરિકાએ આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું
18, જુલાઈ 2025 વોશીંગટન   |   2772   |  

પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર TRFને અમેરિકાએ આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું

અમેરિકાએ લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથ સાથે જોડાયેલા TRF એટલે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે અમેરિકાના વિદેશ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પહલગામમાં 26 લોકો પર થયેલા ગોળીબારની જવાબદારી TRFએ લીધી હતી. ત્યારપછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને અનેક ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે અમેરિકા સહિત અનેક દેશોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી અને આતંકવાદ પર પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડવામાં આવ્યો હતો.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO એટલે કે વિદેશી આતંકવાદી સંગઠન અને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ ની યાદીમાં મૂક્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રની 'અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા, આતંકવાદ સામે બદલો લેવા અને પહલગામ આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ન્યાય માટેના આહ્વાનને અમલમાં મૂકવાનું સ્પષ્ટ દર્શાવે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution