વડગામ : વડગામ તાલુકાના રજાેસણા ગામે ખેતરમાં કેમ આવો છો ? કહીને બે લોકો પર ગામના જ ઇસમો દ્રારા હુમલો કરાયો હોવાની ફરીયાદ છાપી પોલીસ મથકે નોંધાઇ છે.ગત દિવસોએ પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઇ ખેડવા માટે જતાં ફરીયાદીને ગામના કેટલાંક ઇસમોએ રોક્યા હતા. જ્યાં તમે કેમ અહીં આવો છો ? તેમ કહી અચાનક ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. આ સાથે પરિવારના લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. મૂળ રજાેસણાના પણ હાલ પાલનપુર ઢુંઢીયાવાડી ખાતે રહેતાં મુકેશભાઇ જયંતિભાઇ દરજી ગત દિવસોએ પોતાના વતનમાં આવેલા ખેતરમાં ગયા હતા. જ્યાં ગામના મોહમંદ ઇબ્રાહિમ માંકણોજીયાએ તેમની પાસે આવીને કહેલ કે, તમો અહી ખેતરમાં કે આવેલ છો આ ખેતર અમારૂ છે. જેથી ફરીયાદીએ કહેલું કે આ ખેતર અમારૂ હોઇ અમો અહીં વાવેતર કરવા આવ્યા છીએ.આ દરમ્યાન હનીફભાઇ પોતાના ઘરેથી તેમના દીકરા સહિતના સાથે હાથમાં ધારીયું અને લાકડી જેવા હથિયારો લઇ આવી પહોંચ્યા હતા. ફરીયાદીને ગાળો બોલીમાર મારવા લાગ્યા હતા. ફરીયાદીએ બુમાબુમ કરતાં આસપાસથી પરિવારજનો દોડી આવતાં તેમને પણ માર માર્યો હતો. હવે પછી ખેતર બાજુ આવ્યા છો તો તમો બધાને મારી નાંખીશુ તેવી ધમકી આપતાં ફરીયાદી સહિતના ખુલ્લાં ખેતરમાં ભાગી ગયા હતા.સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ તરફ ફરીયાદીના નાના ભાઇને વાતની ખબર પડતાં તેમને ૧૦૮ને ફોન કરી બોલાવી હતી. જે બાદમાં ફરીયાદી સહિતનાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને લઇ ૬ લોકોના નામજાેગ અને અન્ય પંદરેક વ્યક્તિના ટોળાં સામે છાપી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.