અમદાવાદમાં સીઆઈએસએફના પોસઇનો સર્વિસ ગનથી આત્મહત્યાનો પ્રયાસ
29, જુન 2020

અમદાવાદ, તા.૨૮ 

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પીએસઅઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર વડે આપઘાતની કોશિશ કરતા ચકચાર મચી ગઇ છે. પીએસઅઆઈ પ્રદીપ કુમાર સીઆઈએસએફ ફરજ બજાવી રહ્યાં હતાં.તેમને આ પ્રકારે આપઘાતની કોશિશ કરતા અનેક સવાલો ઉભા થયા છે. પીએસઅઆઈએ આપઘાતની કોશિશ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.જયાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે હાલ પીએસઅઆઈ વાત કરી શકે તે પરિસ્થિતિમાં નથી. જેથી આપઘાત પાછળનું કારણ શું છે તે અકબંધ છે. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ ઘટના પાછળ પારિવારિક માથાકૂટ કારણભૂત છે.પ્રદીપકુમાર સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા હતા. એરપોર્ટની પાછળ આવેલા સીઆઈએસએફ યુનિટમાં ફરજ બજાવી રહ્યાં હતાં. પ્રદીપકુમાર સોરનએ ૨ રાઉન્ડ ફાયરિંગ કરીને સુસાઇડનો પ્રયાસ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. પ્રદીપકુમારે છાતીના ભાગે પોતાની સર્વિસ પિસ્ટલથી ગોળી મારી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution