ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે સપ્ટેમ્બરમાં સીમિત ઓવરોની સીરીઝની આયોજન થઈ શકે છે. તેને જોતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગૃરુવારે ૨૬ સભ્યોની શરૂઆતી ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની આ ટીમમાં ડેનિયલ સેમ્સ, રિલે મેરેડીથ અને જોશ ફિલિપ જેવા ઘણા અનકેપ્ડ ખેલાડી સામેલ છે.

ગ્લેન મેક્સવેલને પણ આ શરૂઆતી ટીમમાં જગ્યા મળી છે, જેમને છેલ્લા વર્ષે ઓક્ટોબરથી જ ઓસ્ટ્રેલીયન ટીમ માટે કોઈ મેચ રમી નથી. જ્યારે ૨૦૧૯ વર્લ્ડ કપમાં ટીમના ભાગ રહેલા પીટર હેન્ડ્સકોમ્બ, શોન મારશ નાથન કલ્ટર નાઇલ જેવા ખેલાડીઓને આ યાદીમાં જગ્યા મળી નથી. માર્કસ સ્ટોઈનીસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ અગાઉ તેમને નેશનલ કોન્ટ્રાક્ટ મળ્યો નથી પરંતુ આ પ્રવાસ માટે તે શરૂઆતી ટીમના ભાગ છે. ટ્રેવીસ હેડ અને ઉસ્માન ખ્વાજાને પણ ઓસ્ટ્રેલિયાની આ ટીમમાં જગ્યા મળી છે. ઝાય રિચર્ડસન અને જેસન બેહરનડોર્ફ ઈજાગ્રસ્ત છે અને તેના કારણે એન્ડ્રુ ટાઈને પણ સામેલ કરવામાં આવ્યા છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે, અમ આ પ્રવાસને લઈને સતત ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને સરકારી એજેન્સીઓના સંપર્કમાં છે. તેના પર કોઈ નિર્ણય સમય આવવા પર લેવામાં આવશે. શરૂઆતી ટીમની જાહેરાત એટલા માટે કરવા આવી છે જેથી પ્રવાસની તૈયારી અત્યારથી જ કરવામાં આવી શકે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું સ્વાસ્થ્ય અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની શરૂઆતી ૨૬ સભ્યો ટીમની આ પ્રકાર છે : સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કૈરી, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ ગ્લેન મેક્સવેલ, બેન મેક્ડરમોટ, રિલે મેરેડીથ, માઈકલ નીસર, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, ડાર્સી શોર્ટ, કેન રિચર્ડ્સન, સ્ટીવન સ્મિથ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ જામ્પા.