નવી દિલ્હી

કોરોનાવાયરસને જોતાં ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં રહેતા પોતાના નાગરિકો પર કડક પગલાં ઉઠાવવાનો ફેસલો કર્યો. ભારતમાં ગત 14 દિવસથી રહેતા ઓસ્ટ્રેલિયાના નાગરિકો હાલ પોતાના દેશ પરત નહિ જઈ શકે. ઓસ્ટ્રેલિયા સરકારના એક આદેશ મુજબ સરકારે ભારતમાં ગત 14 દિવસથી રહેતા પોતાના નાગરિકો પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો કર્યો અને જો કોઈ નાગરિક દેશમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે તો તેના પર દંડ લગાવવામાં આવી શકે છે. એટલું જ નહિ તેને જેલ પણ થઈ શકે છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયા સરકારના અધિકારીઓએ આ વાતની જાણકારી આપી.

ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફરવાના કૃત્યને અપરાધિક શ્રેણીમાં નાખ્યું છે. ઓસ્ટ્રેલિયા સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે કહ્યું કે 3 મેથી આ પ્રતિબંધો લાગૂ થઈ જશે. તેમણે આગળ કહ્યું કે નિયમ તોડનારાઓને દંડ ફટકારાશે અને 5 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે.

તેમણે આગળ કહ્યું કે સરકાર આ પ્રતિબંધ પર 15 મેના રોજ બીજીવાર વિચાર કરશે. ઓસ્ટ્રેલિયાઈ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સંકટની ઘડીમાં અમે ભારતીય-ઓસ્ટ્રેલિયાઈ સમુદાય સાથે છીએ.

ઓસ્ટ્રેલિયાઈ સરકારના આ નિર્ણયને લઈ ભારતમાં પોતાના પરિવાર સાથે આવેલા ઓસ્ટ્રેલિયાઈ સર્જન નીલા જાનકીરામને કહ્યું કે ભારતથી ઓસ્ટ્રેલિયા ફરી રહેલા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકોને અપરાધી ગણાવાનો નિર્ણય અસમ્માનજનક અને બહુ દંડાત્મક છે.

તેમણે આગળ કહ્યું કે ભારતીય-ઓસ્ટ્રેલિયાઈ આને એક નસ્લવાદી નીતિના રૂપમાં જોઈ રહ્યા છે. કેમ કે અમારી સાથે અન્ય દેશોના લોકોના સરખામણીએ અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જે અમેરિકા, બ્રિટેન અને કેનેડાની જેમ જ કોરોનાની લહેરનો સામનો કરી રહ્યા છે.

માનવાધિકાર સમૂહોએ પણ સરકારના આ ફેસલા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે દંડને બદલે પોતાના ક્વોરેટન્ટાઈન સિસ્ટમમાં સુધાર કરવા પર ધ્યાન આપવું જોઈએ. ગત મંગળવારે ઓસ્ટ્રેલિયાએ ભારત આવતી સીધી ઉડાણો પર અસ્થાઈ રૂપે પ્રતિબંધ લગવી દીધો હતો.