ગીરસોમનાથ,તા.૧૭

વિશ્વમાં પ્રખ્યાત સાસણ ગીરના રિસોર્ટમાં હિન્દુ રીતિરિવાજ મુજબ મૂળ ગુજરાતી દ્ગઇૈં દીકરીના ઓસ્ટ્રેલિયન યુવક સાથે અનોખા લગ્ન થયાં હતાં. નવદંપતી બંને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હોવા છતાં દુલ્હનના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા અર્થે બંને પરિવારો સાત સમંદર પાર કરી સાસણ ગીરમાં લગ્ન કરવા અર્થે આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં ઓસ્ટ્રેલિયન દુલ્હો ઘોડા પર ચડવાની સાથે રાસે રમ્યો, પીઠી ચોળાવવાની સાથે રંગેચંગે સાત ફેરા ફરીને લગ્નગ્રંથિના બંધનમાં જાેડાયો હતો. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નના બંધનને પવિત્ર ગણવાની સાથે ઉત્સાહથી પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મૂળ ગુજરાતી એવા જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના રહીશ દિગેનભાઈ નાગર કે જેઓ પરિવાર સાથે ઘણાં વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ત્યારે દિગેનભાઈની પુત્રી કે જેનું નામ “નમી” છે તેનું સગપણ ઓસ્ટ્રેલિયાના યુવક “ટોબન” સાથે નક્કી થતાં બંને પરિવારોમાં સગાઈની ખુશી હતી. સગપણ બાદ દીકરીના પિતા દિગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે મૂળ ગુજરાતી છીએ. આ પ્રસંગને લઈ રીતિરિવાજ મુજબ દીકરીના પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયન વરરાજાનાં પરિવારજનોને કંકોત્રી લખી જાન લઈને આવવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈ તા.૧૪મી જાન્યુઆરીના રોજ સાત સમંદર પારથી પરણવા માટે ઓસ્ટ્રેલિયન વરરાજા સહિત ૨૦ જેટલાં તેનાં પરિવારજનો મહેમાનો સાથેની જાન લઈને સાસણ ગીરમાં આવેલા રિસોર્ટમાં આવી પહોંચ્યા હતા. ત્યારે અહીં તમામનું હિન્દુ સંસ્કૃતિની અતિથિ દેવો ભવઃની ભાવનાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.ઓસ્ટ્રેલિયાથી આવેલી જાનના જાનૈયાઓ જેઓ ગુજરાતી ભાષા અને હિન્દુ લગ્નવિધિ જાણતા કે સમજતા ન હતા, પરંતુ બે દિવસ સુધી ચાલેલા લગ્ન પ્રસંગના તમામ સમારોહમાં ઉત્સાહભેર દીકરીનાં પરિવારજનોની માફક જ રીતિરિવાજ પરંપરાને જરૂર અનુસર્યા હતાં.