છોટાઉદેપુર : પોષી પૂનમ પવિત્ર દિને ગામ કોહીવાવ તા જેતપુરપાવી કબીર મંદિરના વાર્ષિક ઉત્સવ માં મહંત શ્રી ભીતર સાહેબ ભજન - સંત સગના પ્રોગ્રામ સાથે માનવ પશુ સેવા અર્થ મુખ્ય પરિજન ગાયત્રી પરિવાર જેતપુરપવીના ગોરધનભાઈ વાડીલાલ શાહ તથા કનુભાઈ એચ. પંચોલી દ્વારા કેમ્પ રાખેલ હતો. જેમાં કલારાણી ડો.ભુવનસિંગે આયુર્વેદિક દવા ૧૪૦ દર્દી ને તથા ૪૮૦ વ્યક્તિ ઓ ને કોરોના નાબુદીનો ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. તથા હોમીયો પેથીક જેતપુર પાવી તાલુકાના ડો.હિરલબેન પરીખે ૬૫૦ વ્યક્તિઓ ને દવા નીઃશુલ્ક આપવામાં આવી હતી માનવ સેવા સૌ કરે પરંતુ મુંગા પશુઓ ની સેવા તેજ મહત્વની સેવા છે જે અનુસાર પ્રાણી કલ્યાણ મંત્રાલય સંસ્થા રાજકોટ (સૌરાષ્ટ્ર) દ્વારા ૪૫ આસપાસના પશુઓની નીઃશુલ્ક સેવા કરી હતી .કેમ્પનો વિસ્તાર મીની હોસ્પિટલ જેવો બની ગયો હતો