લુણાવાડા, મહીસાગર જિલ્લા ના તમામ આયુર્વેદિક અને હોમીઓપેથીક ડોક્ટરો આજ રોજ બપોર બાદ હડતાલ પર ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લા ના બાલાસિનોર માં એક હોસ્પિટલ ના ડોક્ટર્સ ને તેમની હોસ્પિટલ બહાર સોશિયલ ડિસ્ટન્સીન્ગ ન જાળવવા માટે બાલાસિનોર પોલીસે ડૉક્ટર તથા એક દવાની દુકાન દાર ની અટકાયત કરેલ હતી અને જેના કારણે બાલાસિનોર ના ડોક્ટર્સ માં ભારે નારાજગી જાેવા મળેલ હતી કોરોના મહામારીંમાં જયારે ડોક્ટર્સ રાત દિવસ જાેયા વિના ફ્રન્ટલાઈન વર્કર્સ બની સેવા આપી રહ્યા છે ત્યારે કોઈ ડોક્ટર ને આવી રીતે હેરાન પરેશાન કરાય તે કેવી રીતે ચલાવાય ? પોલીસ દ્વારા જે કોઈ પગલાં લેવાયા તેનો ડોક્ટર્સ એશોશિએશન દ્વારા સખત વિરોધ કરેલ છે. જેના પગલે આયુષ અને હોમીઓપેથીક ડોક્ટર્સ એશોસિયેશન મહિસાગર દ્વારા અચોક્કસ મુદતની હળતાલ પાડવામાં આવી છે જેમાં મહીસાગર જિલ્લા ના તમામ આયુષ અને હોમીઓપેથીક ડોક્ટર્સ જાેડાયા છે અને આજે બપોર બાદ બધાજ ડોક્ટર્સ એ પોતાની હોસ્પિટલો બંધ કરેલ છે. જેના કારણે આ કોરોના મહામારી માં પડ્યા પર પાટા સમાન જયારે પ્રજા ને હોસ્પિટલો માં જગ્યા મળતી ન હતી અને જગ્યા માટે રઝળવું પડતું જ હતું ને હવે હોસ્પિટલો જ બંધ હશે તો મહીસાગર ની પ્રજા ને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે કાંતો નજીક ના જિલ્લાઓ માં સારવાર માટે જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ વિવાદ નો નિવેડો લાવવો જાેઈએ અને ડોક્ટર્સ પોતાની ફરજ પર પાછા ફરે અને લોકો ને સેવા મળી રહે તેવો પ્રયત્ન કરવો જાેઈએ.