મર્ડર મિસ્ટ્રી કેસનો આરોપી અજોમ શેખ બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો સભ્ય નિકળ્યો
20, જુલાઈ 2021

અમદાવાદ-

અંકલેશ્વરમાં અવેધ રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઇલિંગ કરતા બાંગ્લાદેશી અકબરની હત્યા કરી લાશને ફુરતા પુર્વક તિક્ષ્‍ણ હથીયાર વડે કાપી પોલીથીનની બેગમાં તેને 4 ટ્રાવેલ બેગમાં મૂકી રિક્ષા મારફતે આરોપીઓ દ્રારા નિકાલ કરાયો હતો. ભરૂચ LCB એ આ ચકચારી સ્યુટકેસ મર્ડર મિસ્ટ્રીમાં 3 બાંગ્લાદેશી અને રીક્ષા ચાલક મળી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ગેરકાયદે દેશમાં છેલ્લા દશેક વર્ષથી વસતા બાંગ્લાદેશી હત્યારાઓ આરોપીઓ હોવાથી ઉંડાણ પૂર્વક પુછપરછ હાથ ધરાઈ હતી. વર્ષ 2016 અને 17 માં આ આતંકવાદી અજોમ સમશુ શેખ ગુજરાત માંથી બાંગ્લાદેશમાં ગયો હતો. ત્યારે બાંગ્લાદેશના કમરકુલાના વતની બોલાઈ નામના હિન્દુ યુવકનું ખુન કરી પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો કરી તેની લાશ દાટી દીધી હતી. કમરકુલાના વતની મુસ્તુફા ગાજી નામના વ્યક્તિનું ખુન કરી પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો કરી લાશ દાટી દિધેલ હોવાનું તેમજ કમરકુલાના વતની અને પોતાના જમાઈ રહીમ અબ્દુલ ગાજી નામના વ્યક્તિનુ ખુન કરી પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો કરી લાશને દાટી દિધેલ હોવાનું તેમજ બાંગ્લાદેશના ડુમરીયા ગામના વતની ઈમરાન અશદ નામના વ્યક્તિનું ખુન કરી તેની લાશ પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો ખોદી દાટી દિધેલ હતી જેમાં બે લાશો બાંગ્લાદેશ પોલીસે શોધી કાઢેલ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution