09, ઓગ્સ્ટ 2020
રાજપીપળા, તા.૮
વોટ્સએપ ગ્રુપના ચેટિંગે નર્મદા જિલ્લાના રાજપીપળામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.રાજપીપળાના સિંધી વાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.આ મામલે બન્નેવ જૂથે સામ સામી ફરિયાદ નોંધાવી છે.
રાજપીપળાના સિંધી વાડ વિસ્તારમાં રહેતા નઈમ મહેબૂબ ખાન પઠાણ, નાઝીમઅલી નિયાઝ અલી કાદરી એક વોટ્સ એપ ગ્રુપના મેમ્બર છે એ ગ્રુપમાં નઈમ મહેબૂબ ખાન પઠાણના ભત્રીજા યારીમખાન યામીનખાન પઠાણે ચેટિંગમાં વાક્ય લખ્યું એની પર નઈમ મહેબૂબ ખાન પઠાણે ટિપ્પણી કરી હતી.એની વિરુદ્ધમાં નાઝીમઅલી નિયાઝ અલી કાદરીએ ટિપ્પણી કરતા મામલો બીચકયો હતો.બાદ નઈમ મહેબૂબ ખાન પઠાણ ચ્હા-નાસ્તો કરવા બહાર નીકળ્યો ત્યારે નાઝીમઅલી નિયાઝ અલી કાદરીએ એને ઉભો રાખતા બન્નેવ વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી.દરમિયાન નાઝીમઅલી નિયાઝ અલી કાદરી અને એમના બે દીકરાઓ કેફ અલી ઉર્ફે બોબી નાઝીમઅલી કાદરી, સેફઅલી ઉર્ફે ગુરુ નાઝીમઅલી કાદરીએ નઈમ પર હોકી અને પાઈપ વડે હુમલો કર્યો હતો.સેફઅલી ઉર્ફે ગુરુ નાઝીમ ખાન કાદરી પોતાના ઘરમાંથી બંદૂક લઈ આવી લોડ કરી નઈમ તરફ તાંકી હતી, તો એના પિતા નાઝીમ ખાન કાદરીએ કહ્યું કે ચલાવ બંદૂક આપણી પાસે લાયસન્સ છે કઈ પણ થાય તો હું બેઠો છું પહોંચી વળીશ.જો કે બુમાં બમ થતા નઈમ પઠાણના પરિવારજનો દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.બીજી તરફ નઈમ પઠાણને ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ માંથી વડોદરા ખસેડાયો હતો.સામે પક્ષે નોંધાવેલી ફરિયાદ મુજબ નઈમ મહેબૂબ ખાન પઠાણ નાઝીમઅલી નિયાઝ અલી કાદરીના ઘર પાસે આવી કેહવા લાગ્યો કે તમે પોલીસને બાતમી આપી હથિયાર કેમ પકડાવ્યા એમ કહી અપશબ્દો બોલી કેફ અલી ઉર્ફે બોબી નાઝીમઅલી કાદરી, સેફઅલી ઉર્ફે ગુરુ નાઝીમઅલી કાદરી પર દંડાથી હુમલો કર્યો હતો.