લોકસત્તા ડેસ્ક

લોકો ગોરો રંગ મેળવવા માટે મોંઘામાં મોંઘી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે જેની અસર થોડા સમય માટે થાય છે. આ બ્યુટી પ્રોડક્ટ ત્વચા માટે હાનિકારક હોય છે. પરંતુ તમારા રસોડામાં એક એવી વસ્તુ છે જે ગણતરીની મિનિટમાં જ ગોરો રંગ આપે છે. બેકિંગ સોડા (Baking soda) ફક્ત રસોડામાં જ ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. બેકિગ સોડા ત્વચા માટે પણ મદદગાર છે. બેકિંગ સોડા ત્વચાના પીએચ સ્તરને સંકુલીત કરે છે. જેનાથી ત્વચામાં ચમક અને તાજગી આવે છે. બેકિગ સોડા ચહેરા પરના ખીલને દૂર કરે છે અને ડેડ સ્કિનને પણ દૂર કરે છે.

આવો જાણીએ બેકિંગ સોડાનો બ્યુટી ટ્રીટમેન્ટ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

પાણીમાં બેકિગ સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને થોડી વાર પછી તેને હળવા પાણીથી ધોઈ લો. તમે તેને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર લગાવી શકો છો. જો તમે ઇચ્છતા હોય તો તમે પાણીને બદલે ગુલાબજળ, બદામનું તેલ પણ વાપરી શકો છો.

મધ ત્વચાની ભેજ જાળવી રાખે છે અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. આ માટે બેકિગ સોડામાં મધ નાખો અને મિશ્રણ ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો. આ મિશ્રણને અઠવાડિયામાં એકવાર ચહેરા પર લગાવો. તે ત્વચાને સુધારે છે.

બેકિગ સોડામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. સંક્ર્મણનો ઈલાજ કરી શકે છે જેના કારણે બ્લેકહેડ્સની સમસ્યા થાય છે. બેકિગ સોડાના ઉપયોગથી બ્લેકહેડ્સની આસપાસની ત્વચા ઢીલી થઈ જાય છે અને આ સ્થિતિમાં બ્લેકહેડ્સ સરળતાથી બહાર આવે છે.

બેકિગ સોડામાં એન્ટિ-સેપ્ટિક ગુણધર્મ હોય સૂર્યપ્રકાશથી થતા અલ્સરનો ઇલાજ કરી શકે છે. આ માટે બેકિગ સોડા અને ઠંડા પાણીની પેસ્ટ બનાવો અને તેને પ્રભાવિત વિસ્તારમાં લગાવો અને પછી તેને ધોઈ લો. આ સિવાય નહાવાના પાણીમાં અડધો કપ બેકિંગ સોડા મિક્સ કરીને નહાવા. ટુવાલથી શરીરને સાફ કરો અને શરીરને હવામાં સૂકવવા દો.

બેકિગ સોડા ત્વચાના તણાવને દૂર કરવામાં મદદ કરે છે. પેસ્ટ બનાવવા માટે, એક ચમચી બેકિંગ સોડા, પાણીનું મિશ્રણ બનાવો. તેને 5-10 મિનિટ માટે ત્વચા પર મૂકો. આ પેસ્ટ અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકાય છે.

બેકિગ સોડામાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે ફોલ્લીઓ, ખંજવાળ અને સોજો દૂર કરી શકે છે. બેકિગ સોડામાં નાળિયેર તેલ મિક્સ કરો અને આ પેસ્ટને 4-5 મિનિટ માટે લગાવો. તમે દિવસમાં બે વખત આ પેસ્ટ લગાવી શકો છો.

લીંબુમાં વિટામિન સી હોય છે જે બ્લીચનું કામ કરે છે. આ માટે બેકિગ સોડાના અડધા કપમાં એક લીંબુનો રસ લો. મિશ્રણને ચહેરા પર સારી રીતે ઘસવું. થોડા સમય પછી ચહેરાને પાણીથી ધોઈ લો. જો તમે ઇચ્છો, તો તમે તેમાં ઓલિવ તેલ અથવા મધના થોડા ટીપા ઉમેરી શકો છો.