વડોદરા, તા.૩

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની બદલી થતાં તેઓએ સોમવારના રોડ ચાર્જ છોડ્યો હતો. જ્યારે નવા મ્યુનિસિપલ કમિશનર આવતીકાલ બુધવારે સવારે ચાર્જ લેશે તેમ જાણવા મળે છે.વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીની નિમણૂક થયાને પાંચ મહિનાનો સમય પૂર્ણ થયો હતો ત્યાં ગુજરાત સરકારે તેઓની બદલી ગાંઘીનગર ટેકનિકલ શિક્ષણ વિભાગમાં કરવાનો હુકમ કર્યો હતો.જે બાદ તેઓએ આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના હોદ્દાનો ચાર્જ છોડ્યો હતો તેમનો હવાલો ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યો છે.

દરમિયાનમાં મળતી માહિતી પ્રમાણે કચ્છ ભુજના કલેકટર દિલીપકુમાર રાણાની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે થઈ છે તેઓ આગામી બુધવારના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે કોર્પોરેશનમાં કમિશ્નરનો ચાર્જ સંભાળશે તેમ જાણવા મળે છે.

વડોદરા જિ.પં. ડીડીઓ તરીકે મમતા હિરપરાએ ચાર્જ સંભાળ્યો

રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પૂર્વે ૧૦૯ આઇઅએેસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં વડોદરાના જિલ્લા વિકાસ અઘિકારીની પણ બદલી કરવામાં આવી હતી.આજે ડો.રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં તેમણે ચાર્જ છોડ્યો હતો અને નવા નવા ડીડીઓ મમતા હિરપરાએ ચાર્જ સંભાળ્યો હતો.વડોદરાના ડીડીઓ ડો.રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી હતી. ત્યારે નવા ડીડીઓ તરીકે રાજ્યસરકારના હસ્તકલા વિભાગમાં મેનેજિંગ ડીરેક્ટર તરીકે ફરજ બજાવતા મમતા હાર્દિક હિરપરાની નવા ડીડીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આજે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ તરીકે મમતા હિરપરાએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.નવ નિયુક્ત ડીડીઓ મમતા હિરપરાએ જણાવ્યુ હતુ કે જૂના ડીડીઓએ જે રીતે કામ કર્યુ છે તે રીતે કામ કરીને જિલ્લાનો વિકાસ આગળ વધારીશું. જ્યારે જૂના ડીડીઓ ડો.રાજેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે લગભગ પોણા બે વર્ષ સુધી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી છે આ દરમ્યાન જિલ્લા પંચાયતને એક નવા આયામ તરફ લઇ જવામાં સફળ રહ્યા છીએ. આ બદલ વડોદરા જિલ્લાના તમામ લોકોનો આભાર વ્યક્ત કરૂ છુ.