ખાનગીકરણ વિરૂદ્ધ આજે બેંક કર્મચારીઓ હડતાળ પર, કરોડોનું ટ્રાન્ઝેક્શન અટવાયું
15, માર્ચ 2021

અમદાવાદ-

બેંકોના ખાનગીકરણના વિરોધને લઈને આજથી બેંક કર્મચારીઓ દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી છે. આ બે બેન્કોના ખાનગીકરણની જાહેરાત થતા યુનાઈડેટ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.

આ હડતાળમાં સુરતના બેન્ક કર્મચારીઓ પણ જોડાવવાના છે. જેમાં 15 હજાર જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. દ. ગુજરાતમાં ખાનગી અને કો.ઓપ. મળી કુલ 45 બેન્ક રહેલી છે. ખાનગી અને કો.ઓપ બેન્કોની કુલ 75પ શાખા આવેલી છે. નેશનલાઈઝ 11 બેન્કોને 250 શાખા આવેલી છે. બે દિવસની હડતાળમાં માત્ર સુરતમાં 600 કરોડનું ટ્રાન્ઝેક્શન અટવાશે. બેંકોના ખાનગીકરણ ના વિરોધમાં હડતાળ કરવામાં આવી છે.

બેન્કોના ખાનગીકરણથી જનતાની ડિપોઝિટ પર જોખમનો દાવો કરવામા આવ્યો છે. છેલ્લા 4 વર્ષમાં સરકારે 14 બેંકોનુ વિલીનીકરણ કર્યું છે. 9 બેન્ક કર્મચારી યુનિયનો હડતાળમાં જોડાવવાને છે. બેન્ક કર્મીઓ એન્ટિકોપોર્ટેટાઇઝેશન ડે તરીકે ઉજવવાના છે. સરકારી બેન્કોના ખાનગીકરણના નિર્ણયથી સરકારી બેન્કોના કર્મચારીઓમાં એ ભય પેસી ગયો છે કે, બેન્ક પ્રાઈવેટના હાથમાં જતી રહેશે તો તેમના રોજગાર પર સંકટ આવી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution