બારડોલી-

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને અનેક જગ્યાએ કૃષિ બિલનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. બારડોલીમાં કોંગ્રેસે એસડીએમને આવેદનપત્ર આપી કહ્યું કે આવા કાળા કાયદાને રદ કરવાની અમારી માગ છે. સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કૃષિ બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે સુરત જિલ્લામાં ખેડૂત સમાજે પલસાણા તાલુકા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ બિલ લાવવામાં આવ્યા છે, જેના વિરોધમાં ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બારડોલી સહિત જિલ્લામાં આ બંધની કોઈ અસર જોવા મળી નહતી. પલસાણામાં ખેડૂત સમાજ અને બારડોલીમાં કોંગ્રેસે તંત્રને આવેદનપત્ર આપી બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે નવા કૃષિ બિલોની સરખામણી કાળા કાયદા સાથે કરી હતી. સુરતના ખેડૂત સમાજે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું.