ગાંધીનગર-

સૌરાષ્ટ્રને છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજા ધમરોળી રહ્યા છે ત્યારે આવતા શુક્રવાર સુધી વરસાદ તથા વરસાદી માહોલ ચાલુ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે 7થી13 ઓગષ્ટની ગત આગાહીમાં સાર્વત્રિક સારો વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી કરી હતી તે મુજબ સર્વત્ર વરસાદ પડયો છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા પડ્યો. જેમા ખાસ કરીને જામનગર અને રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી ત્યારે વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. લો પ્રેશર સક્રિયા થતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જામનગર અને રાજકોટમાં આજે જળંબબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે વધુમા હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ 15 તારીખે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.