લોકસત્તા વિશેષ, તા. ૧૧

બીસીએમાં વર્ષોથી ચાલતા ભાગબટાઈના ખેલ અને કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટનો મુદ્દો ભલે ચર્ચાતો હોય પરંતુ સત્તાધિશો તેને અટકાવવાના બદલે અંગત લાભ માટે વધુને વધુ પ્રોત્સાહન આપતા હોવાની સ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે બરોડા ક્રિકેટ એસોસીએશન જાણે બેરોજગાર ક્રિકેટ એસોસીએશન બની ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સત્તાધીશોની સત્તા ભૂખના કારણે સભ્યો કે જેઓ મતદાર છે તેમને આર્થિક લાભ ખટાવવા માટેનો ખેલ ચાલી રહ્યો છે. જેની આડમાં મતોની સોદાબાજી ચાલતી હોવાનુ પણ બીસીએમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે આવનાર બીસીએની ચૂંટણી પૂર્વે પુનઃ આ ખેલ વધુ તેજ બન્યો છે જેમાં બીસીએમાં મતોનું પ્રભુત્વ ધરાવતા ગ્રુપના આગેવાનોને કોઈને કોઈ રીતે આર્થિક લાભ કરાવી આપવાની રમત પુનઃ શરૃ થઈ છે.લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર બીસીએના સંચાલન માટે જંગી પગારે નિયુક્ત કરાયેલા સીઈઓ શિશિર હડંગડી વહીવટમાં નિષ્ફળ ગયા હોય તેઓને માત્ર ક્રિકેટની જવાબદારી આપી તેમની સાથે વહીવટી બાબતો માટે બીસીએના સભ્ય, મતદાર અને ચૂંટાયેલા અમર પેટીવાલેની નિંમણૂક આપવાની વેતરણ શરૃ થઈ છે. ત્યારે આ વેતરણ પૂર્વે પણ બીસીએની એપેક્ષ કમિટિના ચૂંટાયેલા સભ્ય જય બક્ષીએ રાજીનામું આપી આર્થિક લાભ સાથેની જવાબાદારી સ્વીકારી હતી.બીસીએમાં વર્ષોથી ચાલતો આ ખેલ આગામી દિવસોમાં વધુ ઝડપે સક્રીય થશે. જેમાં વધુ મતો સાથે જીત નિશ્ચિત કરી શકે તેવા બેરોજગાર તત્વોને સંતોષ આપવા માટે રોજગારી આપવાનો ખેલ ખેલાશે. જેના કારણે ક્રિકેટ માટે કામ કરતું બરોડા ક્રિકેટ એસોસીએશન જાણે બેરોજગાર ક્રિકેટ એસોસીએશન બન્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

લોઢા કમિટીની ભલામણો અભરાઈએ ચઢાવી

ક્રિકેટના સંચાલનમાં વર્ષોથી ચાલતી બીબાઢાળ પધ્ધતિઓ અને મળતીયાઓને આર્થિક લાભ કરાવવાના ખેલ સામે રાષ્ટ્રીય કક્ષાએ ઉઠેલા વિવાદ બાદ સુપ્રિમ કોર્ટની મધ્યસ્તીથી નિમાયેલ લોઢા કમિટિએ ક્રિકેટના વહીવટ માટે કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેમાં કોનફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટ સૌથી મોટો પ્રશ્ન હતો. પરંતું આટલા મોટા વિવાદ પછી બનેલી લોઢા કમિટીની માર્ગદર્શિકાને અભરાઈ પર ચઢાવી વર્તમાન સત્તાધીશો સત્તા લક્ષી ર્નિણયો લઈ રહ્યા હોવાનું ચર્ચાઈ છે.

વાસુ પટેલનો મામલો ઠંડો પાડી દેવાયો

બીસીએમાં કોનફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટના અનેક મામલા સામે આવ્યા છે. આવો જ એક ખેલ બીસીએના એક હોદ્દેદારે કરેલા ઈ-મેઈલથી ખુલ્લો પડ્યો હતો. જેમાં બીસીએ પાસેથી વર્ષે લાખો રૃપિયા પગાલ લેતા પીચ ક્યુરેટર વાસુ પટેલે ખાનગી એકેડમીની પીચ અને મેદાન બનાવવામાં મદદ કરી હોવાનો ધટસ્ફોટ થયો હતો. આ મામલે નક્કર પગલા લઈ અન્ય લોકોમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાના બદલે બીસીએ સત્તાધીશોએ આખો વિવાદ જ ઠંડો પાડી અન્ય લોકોને જાણે પ્રોત્સાહન પુરૃ પાડતા હોય તેવો ખેલ કર્યો છે.

લોકસત્તા પાસે નામો ઉપલબ્ધ પરંતુ નામો નહીં નીતિ મહત્વની

બીસીએમાં મતની આડમાં મળતિયાઓને આર્થિક લાભ કરાવવા માટે રોજગારી આપવાના ચાલી રહેલા સુવ્યવસ્થિત ખેલમાં કોને કોને લાભ આપવામાં આવ્યો તેની સંપૂર્ણ યાદી લોકસત્તા જનસત્તાને મળી ચુકી છે. જેમાં કોને નોકરીએ લેવાયા, કોને કમિટિઓમાં લાભ અપાયો કોને અન્ય કોન્ટ્રાકટના લાભ અપાયા જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ લોકસત્તા જનસત્તાનો ઈરાદો કોઈ ચોક્કસ વ્યક્તિઓના નામની યાદી પ્રસિધ્ધ કરવાનો નથી માત્રને માત્ર આવી ખોટી નિતિ સામે સવાલ ઉઠાવવાનો છે.

એડવોકેટ ચિરાગ ભગતના જણાવ્યા પ્રમાણે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ્‌સ એક્ટ, ૨૦૧૧

કલમ ૩૯. ટ્રસ્ટીઓની સત્તાઓ અને ફરજાે અને પ્રતિબંધો.

(૧) દરેક જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટી ટ્રસ્ટની બાબતોનું સંચાલન કરશે અને ટ્રસ્ટની શરતો, સંસ્થાના ઉપયોગ અને કાયદેસરના નિર્દેશો અનુસાર ટ્રસ્ટના હેતુઓ અને વસ્તુઓ માટે તેના ભંડોળ અને મિલકતોનો ઉપયોગ કરશે. ચેરિટી કમિશનર અથવા ટ્રિબ્યુનલ તેના સંદર્ભમાં ઇશ્યૂ કરી શકે છે, અને આવી બાબતો, ભંડોળ અથવા મિલકત સાથે વ્યવહાર કરતી વખતે સામાન્ય સમજદાર વ્યક્તિની જેમ કાળજી રાખે છે, જાણે કે તે તેની પોતાની હોય.

(૨) ટ્રસ્ટી, આ અધિનિયમની જાેગવાઈઓ અને ટ્રસ્ટના સાધનને આધીન, ટ્રસ્ટના વિવેકપૂર્ણ અને લાભદાયી સંચાલનને અનુરૂપ તમામ સત્તાઓનો ઉપયોગ કરવા અને ફરજાેની યોગ્ય કામગીરી માટે જરૂરી તમામ બાબતો કરવા માટે હકદાર રહેશે. તેના પર લાદવામાં આવે છે.

(૩) ચેરિટી કમિશનરની અગાઉની મંજુરી સિવાય અને હિતમાં તેમના દ્વારા લાદવામાં આવેલી શરતો અને મર્યાદાઓને આધિન સિવાય કોઈપણ ટ્રસ્ટી જે ટ્રસ્ટના તે ટ્રસ્ટી છે તેના હેતુ માટે અથવા તેના વતી નાણાં ઉછીના લેશે નહીં. અથવા ટ્રસ્ટનું રક્ષણ.

(૪) કોઈપણ ટ્રસ્ટી જે જાહેર ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેની કોઈપણ મિલકતમાંથી તેના પોતાના ઉપયોગ માટે નાણાં ઉછીના લેવા જાેઈએ નહીં.