વડોદરા શહેરમાં છુટાછવાયા વરસાદને બાદ કરતા છેલ્લા બે-ત્રણ દિવસ થી વરસાદે લગભગ વિરામ પાળ્યો છે.જાેકે, વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કાદવ-કીચડ થઈ ગયા છે.તો અનેક સ્થળે મુખ્ય માર્ગો તેમજ આંતરિક માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા રહ્યા છે.તે યુદ્ધના ઘોરણે દૂર કરવાની કામગીરી હજી પાલિકા તંત્રે હાથ ઘરી નથી.અને કાદવ કીચડના કારણે ગંદકી તેમજ વરસાદી પાણી ભરાયેલા રહેતા મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે.જેના કારણે શહેરમાં રોગચાળો પણ હવે ઘીમેઘીમે વકરી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સઘન સફાઈ તેમજ દવાનો છંટકાવ,ફોગીંગ સહિતની કામગીરી યુદ્ધના ઘોરણે હાથ ઘરાય તે જરૂરી છે.તસવીરમાં ગાજરાવાડી સહિત વિસ્તારોમાં જામેલા કાદવ કીચડ તેમજ પાણીમાં થતા મચ્છરોના પોરા નજરે પડે છે.