બેબી બમ્પમાં ગોર્જીયસ દેખાઇ બેબો, ફેન્સ કરી રહ્યા છે પસંદ
15, ડિસેમ્બર 2020

મુંબઇ 

કરીનાએ હાલમાં જ એક સ્પોર્ટ્સ વિયર પ્યૂમા માટે એડ શૂટ કર્યુ હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે શૂટના સેટ પરથી કરીનાએ પોતાની એક સેલ્ફી ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. કરીના સામાન્ય દિવસોમાં પણ પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. હાલ આ ફોટોમાં પણ તે બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાય છે.


હાલમાં જ કરીના કપૂર ખાને પોતાના ઓફિશિયલી ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરતા નજરે પડી હતી. સાથે જ કરીના કપૂર ખાનના ફેસ પર પ્રેગ્નેંસીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ફોટોમાં કરીના પિંક કલરની સ્પોર્ટ્સ બ્રા પહેરેલી દેખાય છે. સાથે જ ખુલ્લા વાળમાં સેલ્ફી ક્લિક કરતી દેખાઈ છે. કરીનાના ફેન્સને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે.

ટૂંક સમયમાં જ કરીના બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ હાલમાં જ પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ ખતમ કર્યુ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના ટૂંક સમયમાં આમિર ખાન સાથે આ ફિલ્મમાં જોવા મળશે. કરીના છેલ્લે અક્ષય કુમાર, કિયારા અને દિલજીત સાથે ગૂડ ન્યૂઝ ફિલ્મમાં દેખાઈ હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution