રામમંદિર બનવાથી કોરોનાની લડાઇ લડવામાં મદદ મળશે:શરદ પવાર
20, જુલાઈ 2020

મુંબઈ-

એનસીપીના પ્રમુખ શરદ પવારે રવિવારે કહ્યું કે કેટલાક લોકો માને છે કે મંદિર બનાવવાથી કોરોનાવાયરસ રોગચાળો નાબૂદ કરવામાં મદદ મળશે. આપને એક દિવસ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા માટે આવતા મહિનાની બે તારીખ સૂચવવામાં આવી હતી, ત્યારબાદ આ ટિપ્પણી આવી છે.

તો બીજી તરફ દક્ષિણ મુંબઈના શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ભગવાન રામ તેમની પાર્ટી માટે આસ્થાની વાત છે અને તેમની પાર્ટી આ મુદ્દે કોઈ રાજકારણ કરશે નહીં. તેમણે કહ્યું કે રામ મંદિર આંદોલનમાં શિવસેનાની મહત્વની ભૂમિકા છે.પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનતા પહેલા અને ચાર્જ સંભાળ્યા પછી પણ અયોધ્યાની મુલાકાત લીધી હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર છે. સાવંતે કહ્યું કે લોકોનું આરોગ્ય સુનિશ્ચિત કરવું અને તેમને સુરક્ષા પૂરી પાડવી એ શિવસેનાની આગેવાનીવાળી રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ છે, જે રામરાજ્યની કલ્પના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution