રાજયમાં આ શહેરના કોવિડ સારવાર માટે બેડના કરાર હોસ્પિટલો આજે સોમવારથી રદ થશે
01, ફેબ્રુઆરી 2021

સુરત-

કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. હાલમાં કોરોના પોઝિટિવ કેસ રોજ 50ની નીચે આવી રહ્યા છે. આ સાથે જ ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. મનપા દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ ચાલુ છે તો બીજી બાજુ શહેરમાં લોકો ચિંતામુક્ત બની માસ્ક વગર નજરે પડે છે. લોકોએ તકેદારી રાખવી અવશ્ય જરૂરી છે. સુરત મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે કોવિડની સારવાર માટે કરાર કર્યા હતા. જો કે, શહેરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા મનપાએ ખાનગી હોસ્પિટલ સાથે કોવિડ સારવાર માટે કરેલા બેડના કરાર આજથી રદ કર્યા છે.હાલમાં શહેરમાં કોરોના પોઝિટિવ કેસ 50થી નીચે આવી રહ્યા છે. મનપા મનપા દ્વારા પોઝિટિવ દર્દીઓની સારવારને લઇ ખાનગી હોસ્પિટલો સાથે કરેલા કરારની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી હતી. જે રદ કરી દેવાનો મનપા કમિશ્નર દ્વારા નિર્ણય લેવાયો છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતા મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે કોવિડ સારવાર માટે કરેલા બેડના કરાર 1 ફેબ્રુઆરી એટલે કે આજથી રદ થશે. આ સાથે જ વિવાદમાં આવેલ ધન્વંતરિ રથની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે. જેથી નર્મદ યુનિવર્સિટી સમર્થ હોસ્ટેલ ખાતે ઓક્સિજન પ્લાનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી દેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution