વલસાડ

વલસાડમાં દર્દીના મૃતદેહ આપતાં પહેલા બીલની અવેજીમાં સ્વજનની કાર મુકાવી લીધી. જાેકે મામલો ગરમાય તે પહેલાં હોસ્પિટલ મેનેજમેન્ટે કાર પરત કરી અને મૃતદેહ પણ આપ્યો હતો.

કોરોના ના આતંક વચ્ચે લોકો બધી જ રીતે પાયમાલ બની ગયા છે. જીવ ના જાેખમે લોકો નોકરી ધંધા કરી પોતા ના પરિવાર નું જેમતેમ ગુજારો કરી રહ્યા છે કોરોનાની બીમારીએ ભયંકર સ્વરૂપ ધારણ કરી મોતનો તાંડવ કરી રહ્યું છે. મહામારીના વિકટ ચક્રવ્યૂહ વચ્ચે ડોકટરો મોકાનો લાભ લઈ દરદીઓ ને કંગાળ બનાવી રહ્યા છે. પૈસા ને જ પરમેશ્વર માનતા કેટલાક ડોકટરો મોતનો મલાજાે પણ જાળવતા નથી. સારવાર દરમિયાન મરણ પામેલ દરદી ના સ્વાજનો પાસે બીલની રકમ લીધા વગર મૃતદેહ પણ આપતા નથી. વાપીની જાણીતી ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં એક અઠવાડિયા પહેલા સરીગામના એક દર્દીને કોવિડના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામા આવ્યો હતો. જેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું. દર્દીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સોંપવામા હોસ્પિટલ સંચાલકોએ માનવતા નેવે મુકી દાદાગીરી કરી હોવાનો મૃતક ના સ્વાજનો એ આક્ષેપ કર્યો છે. ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલના સંચાલકોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સોંપણી કરતા પહેલા હોસ્પિટલનું બાકી બીલ ચુકવવાનું કહ્યું હતું. મૃતક ના સ્વજનો પાસૈ પૂરતા પૈસા ના હોવા થી તેવો એ પછી રકમ ના નાણાં ચુકવી આપીશું એમ જણાવ્યું હતું. પરંતુ હોસ્પિટલના લાલચી સંચાલકોએ મૃતક ના સ્વજન પાસે બાકી રહેલા બીલ ના નાણાં ની અવેજી માં તેમની કાર લઈ લીધી હતી હોસ્પિટલ સંચાલકો એ મૃતદેહ આપવા પહેલા બીલ ના નાણાં પુરા ન મળતા કાર ને ગીરવે મૂકી લીધી હતી આ બાબત વાયુવેગે આસપાસ ના વિસ્તાર માં પ્રસરી ગઈ હતી.મામલો ગરમાય તે પહેલાં હોસ્પિટલ મેનેજમેન્ટ કાર પરત કરી હતી અને મૃતદેહ પણ આપ્યું હતું. સ્વાજનો એ મૃતદેહ લઈ જઈ અંતિમ વિધિ કરી હતી.