ગુજરાત પેટા વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ, 3 નેતાએ કેસરીયો ધારણ કર્યો
26, સપ્ટેમ્બર 2020

ડાંગ-

કોરોના મહામારી વચ્ચે ડાંગ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ત્રણ સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા છે. રૂપાણી સરકારના મંત્રી ગણપત વસાવાને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં મોટી સફળતા મળી છે. વઘઈ તાલુકા પંચાયતના સિનિયર સભ્યો જાહીદા સૈયદ, પ્રકાશ વાઘેલા અને અલ્કાબેન ભાજપમાં જોડાયા છે. તેઓ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

ડાંગની વઘઈ તાલુકા પંચાયતના ત્રણ કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાયા છે. આ મામલે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પરિવારવાદ-જૂથવાદ અને વાદ-વિવાદમાં વેરવિખેર હાલતમાં પડેલી છે. થોડા સમય પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ડાંગના ધારાસભ્ય પદેથી મંગળભાઈ ગાવિતે પણ રાજીનામું આપ્યું છે. ડાંગના વિકાસના કાર્ય ન થવાને કારણે તેમણે રાજીનામું આપી દીધું છે. એ જ સીલસીલો આગળ વધતા તાલુકા પંચાયતના મહત્વના ત્રણ સિનિયર સદસ્યો ભાજપમાં જોડાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution