વડોદરા, તા. ૩૧

પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સરદારભવન ખાતે ભજનમંડળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગાંધી ગીતો ગાવાના હતા. આ કાર્યક્રમ દરમ્યાન સાહિત્યકાર અને પત્રકાર દૂર્ગેશ ઉપાધ્યાય દ્વારા ગીત અને ભંજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તે સિવાય ગાંધી વિચારો વિશે પણ સમજ આપવામાં આવી હતી. ભજનમંડળ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે જ્ઞાનયજ્ઞ સ્કુલ , બીજા ક્રંમાકે ખુશાલચંદ સ્કુલ તેમજ ત્રીજા ક્રમાંકે સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રુપ અને પ્રગતિ વિદ્યાલય સરસ્વતી ગ્રુપના બાળકો વિજેતા બન્યા હતા. તે સિવાય ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી ગાંધી વિચાર પ્રચાર પરીક્ષામાં વિજેતા બનેલા પંદર જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું.