આચાર સંહિતાની તારીખ જાહેર કરીને ભરત બોઘરા ફસાયા
11, જુન 2022

રાજકોટ, રાજકોટમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જાેકે, ચૂંટણી પંચ પહેલા ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આંચર સહિતાની તારીખ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. ભરત બોઘરાએ કાર્યકરોને કહ્યું, ૧૫ ઓક્ટોબર સુધીમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે. કાર્યકરો માટે ૧૦૦ થી સવાસો દિવસ જ તૈયારીઓ કરવાના મળશે. કોંગ્રેસે ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરતુ હોવાનો આરોપ લગાવ્યો છે. આપણી પાસે ૧૨૦ દિવસ બાકી છે. ૧૫ ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો. આમ, અત્યારથી કામે લાગવા ભરત બોઘરાનું કાર્યકરોને આહવાન કર્યુ હતું. જાેકે, આચાર સંહિતા મામલે ભરત બોઘરાના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ ભાજપ પર આરોપ મૂક્યા કે, ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરે છે. સાથે જ ચૂંટણીપંચની જવાબદારી પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ભાજપના નેતા નિવેદન પર કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યુ કે, ચૂંટણીપંચ સ્વાયત્ત સંસ્થા છે. ભાજપના નેતાઓ દ્વારા વારંવાર આવા નિવેદનો આપે છે. ચૂંટણીપંચ ભાજપ કહે તેમ કામ કરે છે? ચૂંટણીપંચની જવાબદારી અને તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થાય છે. ચૂંટણીપંચ સ્વાયત્ત સંસ્થા છે, બંધારણે તે અધિકાર આપ્યા છે. તો આ મામલે વિવાદ થતા ભરત બોઘરાએ ખુલાસો કરતા કહ્યુ હતું કે, ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે. આથી એના બે મહિના પહેલા ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે ૧૫ ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી. એટલે હવે ૧૨૦ દિવસ બાકી છે. ૧૨૦ દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જાેઇને કામ કરવું જાેઇએ એવું માર્ગદર્શ આપ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution