ભરૂચ, અંક્લેશ્વર

ભરૂચ-અંકલેશ્વર પંથક માં વહેલી સવાર નાં સમયે વાતાવરણ માં ગાઢ ધુમ્મસ છવાઈ ગયુ હતુ.જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસ નાં કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમતેમ ધુમ્મસ ની અસર ઓછી થવા લાગી હતી. અંકલેશ્વર માં ત્રણ દિવસ થી કમોસમી વરસાદનાં પગલે પંથક માં ઠડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણ થી ઠંડીમાં વધારો નોંધાયો હતો. સવાર નાં સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્‌યુ હતુ અને ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો.ગાઢ ધુમ્મસનાં કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.હાલ માં જ કમોસમી વરસાદનાં કારણે જિલ્લાભરનાં ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે. ત્યાં વધુ પડતા ધુમ્મસનાં કારણે કપાસ સહિતનાં પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. માવઠાના માર બાદ ધુમ્મસનાં કારણે ખેતીના પાકને નુકશાન થવાની શક્યતા નકારી શકાય નહીં.