26, સપ્ટેમ્બર 2020
ભરૂચ-
શહેેેેેેેેેેેેેરની નજીકના હાઈવે બાદ હવે શહેરમાં પણ ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિએ ભરડો લીધો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઇ રહી છે, અને ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે ટ્રાફિક સીટી તરીકે પ્રખ્યાત ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના પગલે ગોલ્ડનબ્રીજમાં વાહનોનું ભારણ વધતા અહીં પણ ટ્રાફિકજામ સર્જાઈ છે. ભરૂચ નજીક હાઈવે બાદ શહેરમાં પણ ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિએ ભરડો લીધો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઇ છે. તેમજ દહેજને જોડતા બ્રીજ પર ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાયા છે.