ભરૂચ: ઝઘડીયાની UPL કંપનીમાં બ્લાસ્ટ, 20થી વધુ કામદારો દાઝયાં
23, ફેબ્રુઆરી 2021

ભરૂચ-

અંકલેશ્વરમાં ઝઘડીયા GIDCમાં UPL કંપની આવેલી છે. કંપનીમાં ગઈકાલે સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકા બાદ કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી હતી. બ્લાસ્ટ બાદ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતાં 25 જેટલાં કામદારો દાઝી ગયાં હતાં. UPL કંપનીમાં થયેલાં ભયાનક બ્લાસ્ટમાં 25થી વધારે કામદારો દાઝી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કંપનીમાં કયાં કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ઝઘડીયા GIDCની આસપાસ આવેલાં ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. UPL કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થતા તંત્ર દોડતું થયું હતું. સેફટી એન્ડ હેલ્થ વિભાગ, પોલીસ તેમજ GPCBની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બ્લાસ્ટ થવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution