ભરૂચ-

ભરૂચ જિલ્લાના નાગરિકો માટે ₹ 385 કરોડની પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના કુલ 3.61 લાખ ગ્રામીણ ઘરો પૈકી 3.25 લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓમાં વિકાસની નવી તકો ખુલશે. પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે. ખાતમુહૂર્ત કરાતા પ્રકલ્પોના લોકાર્પણની નવી કાર્યપદ્ધતિ અમલી બનાવીને આ સરકારે વિકાસની ઠોસ પદ્ધતિ નક્કી કરીને સુવ્યવસ્થિત, સમયબદ્ધ કાર્ય આયોજનની કાર્યશૈલી વિકસાવી છે.