વલસાડ, વલસાડ એલસીબી એ મળેલી બાતમી ના આધારે દમણ થી આવી રહેલ એક કાર ને અટકાવી તપાસ કરતા કાર માં ૨૨૬ ઈંગ્લીશ દારૂ ના બોટલો મળી આવ્યા હતા કાર સહિત કાર માં સવાર અને કાર ચાલક ને ડિટેન કરી પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો દારૂ સાથે પકડાયેલ ઈસમ બુટલેગર નહીં પરંતુ પોલીસ હોવાનું જણાઈ આવ્યું હતું.

મળેલી વિગતો પ્રમાણે આજે વલસાડ એલસીબી ને મળેલી બાતમી આધારે વલસાડ હાઇવે નેશનલ ૪૮ પર એપીએમસી સામે વોચ ગોઠવી હતી. તેજ સમયે દમણ થી કાર (જી.જે -૧૬- સીબી-૫૪૧૨) માં પરિવાર સાથે ફરી ને આવી રહેલ યુવાન ને પોલીસે અટકાવી કાર ની ચકાસણી કરી હતી કાર માં ચાલક સીટ નીચે તેમજ ડીકી માંથી ૨૬૬ દારૂ ના બોટલો મળી આવ્યા હતા આશ્ચર્ય તો ત્યારે થયો જ્યારે એ વાત ની ખબર પડી કે પરુવાર સાથે કાર માં દારૂ લઈ જનાર કોઈ બુટલેગર નહિ પરંતુ ભરૂચ પોલીસ માં ફરજ બજાવતો પોલીસ કર્મચારી છે કાર ચાલક કારનો ચાલક દીપકભાઈ રમણભાઈ પરમાર ઉમર વર્ષ ૩૭ પાલેજ પોલીસ લાઈન માં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની પત્ની મમતા દીપકભાઈ પરમાર અને તેના દીકરાને ડિટેન કર્યાં હતાં. ન્ઝ્રમ્ની ટીમે ડ્ઢજીઁ કચેરીએ આવીને કારમાંથી દારૂનો જથ્થો ગણતા ૨૨૬ બોટલ દારૂનો જથ્થો જેની કિંમત ૮૭,૮૦૦ મોબાઈલ ફોન ૩ અને ટેબ્લેટ મળી કુલ ૬.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટીમે ભરૂચનો પોલીસ જવાન દિપક પરમાર અને મમતા પરમાર સામે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દિપક પરમાર પાસેથી.પોલીસનો કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તમામ ડોક્યુમેન્ટ કબજે કરી માલ ભરાવી આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ જવાન વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.